Linux ને ઘરે લય જાઓ

લાઈવ usb બનાઓ

Li-f-e: Linux for Education OS છબી સર્વર માં શામિલ કરેલી છે અને બૂટટેબલ મીડિયા બનવામાં ઉપયોગ માં આવે છે જ્યારે તમે Admin-Desktop માં બૂટ કરી ને mssadmin થી લૉગિન કરો છો.

નોટ:

“isohybrid” / “EFI” ઓપ્શન ને સિલેક્ટ કરો જ્યારે તમે બૂટટેબલ મીડિયા બનાઓ છો જે તે કોમ્પ્યુટર્સ ને બૂટ કરસે જે ફક્ત EFI બૂટિંગ ને સપોર્ટ કરે છે. આ ઓપ્શન લેગેસી હાર્ડવેર ને પણ બૂટ કરે છે, તો અગર તમને તમારા હાર્ડવેર ની ક્ષમતા ની ખાતરી ના હોય ત્યારે આનું ઉપયોગ કરો.

“isohybrid” ઓપ્શન નો પ્રયોગ બૂટટેબલ USB બનવા માટે નો એક આધિકારિક માર્ગ છે, અને એટલા માટે અધિક વિશ્વસનીય છે. આ વાત ને નોટ કરજો કે આ કરવાથી આ USB ડિવાઇસ ને સાફ કરી દેસે અને આનું ઉપયોગ Windows PC માં સામાન્ય સ્ટોરેજ મીડિયા તરીકે નહીં કરી સકાય.

“Ubuntu” / “Legacy” ઓપ્શન નો પ્રયોગ કરો યદી તમે ડિવાઇસ ને વિંડોસ પર સ્ટોરેજ મીડિયા તરીકે ઉપયોગ કરવા માંગો છો અથવા તમારા ડેટા ને સાચવા માંગો છો. આ પદ્ધતિ માટે તમને USB સ્ટિક પર એક vfat ફોરમેટેડ પાર્ટીશન ની જરૂર છે. બૂટ મીડિયા બનાવતા વખતે પાર્ટીશન ઉપયોગ માં ના હોવું જોઇયે. અગર આ પદ્ધતિ ના ઉપયોગ પછી બૂટિંગ નિષ્ફળ જાય છે તો isohybrid / EFI મોડ નું પ્રયોગ કરો.

શૉર્ટકટ્સ દ્વારા

આમાં થી કોઈપણ લોંચર આઈકન ડેસ્કટોપ પર પ્રયોગ કરો -Live USB GUI EFI અથવા Live USB GUI Legacy તમારા બૂટટેબલ મીડિયા પ્રેફેરેંસ ને ધ્યાન માં રાખતા.

મેન્યૂ દ્વારા

System Tools -> Live USB GUI

ઉપર દીધેલી પ્રક્રિયા માં તમને ISO છબી માંગવા માં આવસે. Li-f-e.iso આમાં થી કોઈ પણ એક ડાઇરેક્ટરી પાઠ પર ઉપલબ્ધ છે - /recovery/ અથવા /home/mssadmin/.

ટર્મિનલ દ્વારા

આ કાર્યને ઘણી વખત ચલાવવા માટે કમાન્ડ લાઇન નું ઉપયોગ કરવું વધુ અનુકૂળ હોઈ શકે છે.

sudo live-grub-stick --isohybrid /recovery/Li-f-e.iso /dev/sdb

સંદર્ભ

નીચે દીધેલી બાહ્ય કડીઓ (ઇન્ટરનેટ ની આવશ્યકતા પડસે) જુવો એ શીખવા માટે કે USB સ્ટિક ને કઇ રીતે બૂટ કરવું અને બૂટ ના થવા પર મુશ્કેલીનિવારણ કેમ કરવું:

BIOS ના બૂટ ઓર્ડર માં પરીવર્તન કરો

USB ડિવાઇસ થી બૂટ કરો